બાયડના ગાબટ રોડ પરથી ડમ્પર ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

 
 
બાયડ
બાયડ વેપારી મથક તરીકે જિલ્લાભરમાં વિખ્યાત છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય આ વિસ્તારમાં જારશોરથી ધમધમી રહ્યો છે.ત્યારે એક સપ્તાહ અગાઉ બાયડના ગાબટ રોડ વિસ્તારમાંથી ડમ્પર ચોરી કરી પલાયન થઈ ગયેલા શખ્સને ડમ્પર સાથે એલ.સી.બી. અને બાયડ શહેર પોલીસે ઝડપી પાળ્યો હતો. 
બાયડના ગાબટ રોડ વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ પાર્ક કરેલું ડમ્પર અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કર્યાની ફરિયાદ બાયડ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદને પગલે બાયડ પોલીસ અને એલ.સી.બી. સાથે મળી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. અગાઉ જિલ્લામાં બનેલી ડમ્પર ચોરીની ઘટનાને આધારે પોલીસે શકમંદોની પુછપરછ હાથ ધરી હતી. મોડાસા ખાતેના ડમ્પર ચોરીના ગુનામાં નાસતા ફરતાં રાજસ્થાનના ઉદેપુરનો રહેવાસી દિનેશ ભેરૂલાલ માળીને તેનાં વતનમાંથી ઝડપી પાળ્યો હતો. શકમંદની ઉલટ તપાસ હાથ ધરતાં આ શખ્સે બાયડ ગાબટ રોડ પર ડમ્પર ચોરીનો ગુનો કબૂલ્યો હતો. ગણતરીના જ દિવસોમાં બાયડ પોલીસે ડમ્પર ચોરીના આરોપી સાથે રૂપિયા ર૪ લાખની કિંમતનું ડમ્પર પણ કબ્જે લેતા સમગ્ર બાયડ શહેરમાં પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે. ઝડપાયેલ આરોપી અંગે વધુ તપાસ હાથ ધરતા આ આરોપી વિરૂદ્ધ રાજસ્થાનમાં ચોરીના વિવિધ ૧૩ જેટલા ગુના નોંધાયા હોવાનું આરોપીએ બાયડ પી.એસ.આઈ. એમ. એચ. સોલંકીને જણાવ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.