02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ઘરની સામાન્ય તકરારમાં પતિ હેવાન બનીને ગર્ભવતી પત્નીને લગાવી આગ, પેટમાં જ મૃત્યુ પામ્યુ નવજાત

ઘરની સામાન્ય તકરારમાં પતિ હેવાન બનીને ગર્ભવતી પત્નીને લગાવી આગ, પેટમાં જ મૃત્યુ પામ્યુ નવજાત   28/09/2018

ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાનું અને દૂધ વાળાને પૈસા આપવાની પત્નીની વાતથી ગુસ્સે થયેલા પતિએ પ્રેગ્નેન્ટ મહિલાને અડધી રાતે કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. 80 ટકા સળગી ગયેલી મહિલાની ઉદેપુર એમબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સળગ્યા પછી મહિલાની ડિલીવરી પણ થઈ ગઈ હતી. મહિલાએ એક મૃતક બાળકીને જન્મ આપ્યો હતો. ઘટના રાજસમંદ જિલ્લાના કેલવા વિસ્તારની છે. સોમવારે પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધી લીધી છે. આરોપી ફરાર છે. મેજિસ્ટ્રેટે દાઝેલી મહિલાનું નિવેદન લઈને હોસ્પિટલ મેનેજમેન્ટને બાળકીનું મોતનું કારણ જણાવવા કહ્યું છે.
 
ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાનું અને દીધ વાળાને પૈસા આપવાની પત્નીની વાતથી ગુસ્સે થયેલા પતિએ પ્રેગ્નેન્ટ મહિલાને અડધી રાતે કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. 80 ટકા સળગી ગયેલી મહિલાની ઉદેપુર એમબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સળગ્યા પછી મહિલાની ડિલીવરી પણ થઈ ગઈ હતી. મહિલાએ એક મૃતક બાળકીને જન્મ આપ્યો હતો. ઘટના રાજસમંદ જિલ્લાના કેલવા વિસ્તારની છે. સોમવારે પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધી લીધી છે. આરોપી ફરાર છે. મેજિસ્ટ્રેટે દાઝેલી મહિલાનું નિવેદન લઈને હોસ્પિટલ મેનેજમેન્ટને બાળકીનું મોતનું કારણ જણાવવા કહ્યું છે.
 
પોલીસ ઈન્ચાર્જ દીપકે જણાવ્યું કે, દેવીલાલ તેના સસરાના મકાનની બાજુમાં જ ભાડે રહેતો હતો. દારૂનું વ્યસન હોવાથી દેવીલાલ આંતરે દિવસે દારૂના નશામાં તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. અંદાજે ત્રણ મહિના પહેલાં તે અમદાવાદ આવ્યો હતો. સાત દિવસ પહેલાં તે ઘરે પાછો ગયો તો રૂપિયા લઈને નહતો ગયો. ત્યારે પત્નીએ કહ્યું હતું કે, 3 મહિનાનું ઘરનું ભાડુ અને દૂધવાળાને પૈસા આપવાના છે. તમે પૈસા નથી લાવ્યા તો હવે કેવી રીતે આપીશું.
 
શનિવારે બપોરે રામુદેવીએ કહ્યું હતું કે, તમે સવારે જલદી ઘરેથી જતા રહો છો અને રાતે દારૂ પીને નશામાં પાછા આવો છો. મકાન માલિક અને દૂધ વાળા પૈસા માગે છે. તમે રૂપિયા નહીં આપો તો કેવી રીતે ચાલશે. પત્નીની સાથે આ વાતે ઝઘડો થયા પછી દેવીલાલ બહાર જતો રહ્યો હતો. થોડી વાર રાહ જોયા પછી રામુદેવી ઉંઘી ગઈ હતી. દેવીલાલે પાછા આવીને ગાળા-ગાળી શરૂ કરી દીધી અને રામુદેવી પર કેરોસીન નાખીને તેને સળગાવી દીધી હતી.

Tags :