પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો ઘટાડો

 શુક્રવારે પેટ્રોલ અને ડીઝલ માટેના ક્રૂડ ઓઇલની કિંમત વધવા છતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે ક્રૂડ ઓઇલ 53 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું હતું. જોકે સ્થાનિક બજારમાં ભાવ અંગે રાહત જોવા મળી રહી છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર શુક્રવારે સવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે ઘટ્યાં હતા. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધું ઘટશે તેમ માનવામાં આવી રહ્યું છે.
 
દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસાના ઘટાડા બાદ આ 69.55 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું હતું. તો બીજી તરફ ડીઝલ 63.62 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું. આ ઉપરાંત કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 71.65 રૂપિયા, 75.18 રૂપિયા અને 72.16 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું. તો બીજી તરફ ડીઝલના ભાવ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 65.37 રૂપિયા, 66.57 રૂપિયા અને 67.16 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યા. ચારેય શહેરોમાં ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
 
એક લીટર પેટ્રોલ પર છે 50 ટકા ટેક્સ
એક લીટર પેટ્રોલ ખરીદીએ ત્યારે પેટ્રોલની કિંમત જેટલોજ ટેક્સ ચુકવવો પડે છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘું હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે
 
ડીઝલ ગત 11 મહિનામાં સૌથી નીચલા સ્તર પર
પેટ્રોલના ભાવ 1 જાન્યુઆરી 2018ના રોજ પ્રતિ લીટર  69.97 રૂપિયા હતાં. તો બીજી તરફ 1 જાન્યુઆરી 2018ના રોજ કલકત્તામાં પેટ્રોલ 72.72 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 72.53  રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું. આ ઉપરાંત ડીઝલના ભાવનું આ સ્તર લગભગ 11 મહિના બાદ જોવા મળ્યું છે. 26 જાન્યુઆરી 2018ના રોજ દિલ્હીમાં ડીઝલની કિંમત 63.65 રૂપિયા પ્રતિ લીટર હતી. આ દિવસે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ:  66.32 રૂપિયા, 67.78 રૂપિયા અને 67.12 રૂપિયા પ્રતિ લીટર હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.