02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીરનો ધમધમાટ

રાધનપુર બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીરનો ધમધમાટ   27/01/2020

 રખેવાળન્યુઝરાધનપુર : રાધનપુરમાં છેલ્લા એક મહિનાથી નર્મદા યોજનાની કેનાલોમાં શિયાળુ પાકને જીવતદાન આપવા માટે ભરપૂર  પાણી આપવામાં આવી રહ્યા છે,જેના કારણે ખેડૂતો ખેતીમાં વ્યસ્ત બન્યા છે.નર્મદા યોજના  દ્વારા રાધનપુર બ્રાન્ચ કેનાલ અને કચ્છ બ્રાન્ચ કેનાલના માધ્યમથી ડ્રિસ્ટ્રીબ્યુટરી અને માયનોર કેનાલોથી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું  છે. શિયાળુ પાકમાં ઘઉં, જીરું, એરંડા, ચણા, સુવા સહિતના પાકો મબલખ થાય તો ખેડૂતોને ગત સમયમાં કમોસમી વરસાદને કારણે થયેલું નુકશાન ભરપાઈ થઇ શકે તેમ છે. રાધનપુર બ્રાન્ચ કેનાલમાં પાણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Tags :