02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચાર પડઘમ થંભી જશે

ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચાર પડઘમ થંભી જશે   21/04/2019

ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે યોજાનાર લોકસભા ચૂંટણી માટેના મતદાનને લઇને ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે. આવતીકાલે ચૂંટણી પ્રચારનો અંત આવશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ સીટ પર એક સાથે મતદાન થનાર છે. તમામ સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણીમાં તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર કરવા માટે પહોંચનાર છે. તા. ર૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ૭ર કલાક જેટલો સમયગાળો બાકી છે. ત્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવ્યાં હતાં તેના કરતાં ખૂબ જ ઓછા કાર્યાલય આ ચૂંટણીમાં ખોલાયાં છે. એટલું જ નહી, આ વખતની લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર કાર્યમાં રેલી, સરઘસ સભાની સંખ્યા પણ ઘટી છે. ઉનાળાની તોબા પોકારતી ગરમી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મંદી જેવાં અનેક કારણો અસરકારક માનવામાં આવે છે. મુખ્ય તમામ રાજકીય પક્ષો સવારે ૯-૦૦ કલાક સુધીમાં તેમના કમિટેડ વોટ મતપેટીમાં પડી જાય તેવું પ્લાનિંગ કરી રહ્યા છે. હવે મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલાં એટલે કે આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર અને પ્રસાર બંધ થઇ જશે. ચૂંટણી નિયમો મુજબ, આવતીકાલે સાંજે બહારગામથી આવેલા મહાનુભાવોએ મત વિસ્તાર છોડી દેવો પડશે. 

Tags :