ડીસાના ફાર્માસીસ્ટને ગણપતિની માટીની મૂર્તિના કલાકાર તરીકે બિરદાવાયા

ચિત્ર, સંગીત, સાહિત્ય, નૃત્ય, શિલ્પ (મૂર્તિ નિર્માણ) ની કલા સાધના દ્વારા કેળવી શકાય છે. તેમાંય જા વારસાગત કલા ગળથૂથીમાંથી જ મળે તો તેમાં નિપૂણતા પ્રાપ્ત કરી શકાય છે. 
વાવના વતની, ડીસામાં રહીને એકાઉન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નામાંકિત ભજનિક સદાય હસતા ચહેરાવાળા, અરવિંદભાઈ ખત્રીના ફાર્માસીસ્ટ સુપુત્ર જિજ્ઞેશભાઈ નાનપણથી જ ચિત્રસર્જનનો શોખ ધરાવે છે. 
કાલેજ કાળમાં પોતાના શોખને જાળવી રાખીને ફાર્માસ્યુટીકલના ડિગ્રી કોર્સ વખતે દવાઓ માટે વપરાતાં ઉપકરણો ગોઠવીને આગવી સૂઝ દ્વારા તેમણે તૈયાર કરેલું ચિત્ર ખૂબ જ ખ્યાતિ પામ્યું છે. 
ગણપતિ મહોત્સવના ચાર- પાંચ દિવસ પહેલાં સાધના કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની માટીમાંથી સુંદર કલાકૃતિ તૈયાર કરી છે. આ મૂર્તિમાં દેહલાલીત્ય તથા પ્રમાણભાન સાથેની ચીવટ તથા જળરંગો વડે આપેલા નિખારથી તેમની સર્જન શÂક્તનો ખ્યાલ આવે છે. 
આવી સુંદર મૂર્તિનાં દર્શન કરવા તથા કલાકારની કલાને પોંખવા મુર્ધન્ય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, પ્રખર ઉદ્‌ઘોષક ભગવાનદાસ બંધુ કલાના મર્મજ્ઞ ચિત્ર શિક્ષક ચંદુભાઈ એ.ટી.ડી., નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ભારત વિકાસ પરિષદ ડીસાના પ્રમુખ પારસભાઈ ત્રિવેદી,મહામંત્રી જયેશભાઈ દેસાઈ વગેરે કલા પારખુ મિત્રોએ તેમના નિવાસ સ્થાને જઈને તેમની સર્જનશક્તને બિરદાવી હતી. 
જિજ્ઞેશભાઈના સહધર્મચારીણી ઝલક પિતા અરવિંદભાઈ માતૃશ્રી ચંદ્રિકાબેન વગેરે પરિવારજનોએ મહેમાનોનું સ્વાગત કરીને જિજ્ઞેશભાઈની કલાને બિરદાવી તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.