02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણામાં ટ્રાફિકના પ્રશ્ને લારીઓવાળા સામે કડક વલણ અપનાવતી પાલિકા

મહેસાણામાં ટ્રાફિકના પ્રશ્ને લારીઓવાળા સામે કડક વલણ અપનાવતી પાલિકા   04/08/2018

મહેસાણા નગરપાલિકાએ ટ્રાફિક સહિતના પ્રશ્નોને લઈ લારીઓવાળા સામે કડક વલણ અપનાવેલ છે. કેટલાક દિવસો અગાઉ બેઠક બાદ લારીવાળાએ નવિન સ્થળે નુકાસાનનો અંદાજ જણાતાં છેવટે જંગે ચડ્યા છે.ગત સોમવારે લારીઓવાળાઓ ધંધો બંધ રાખી એક જૂથતા હોવાનું પાલિકાને બતાવ્યું હતું.
 
જાણવા મુજબ મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ માર્ગો અને અન્ય સ્થળોએ કેટલાક સમયથી લારીઓવાળા ધંધો કરી ગુજરાન ચલાવતા હતા, ત્યારે આ તરફ ટ્રાફિક સહિતની કેટલીક બાબતે પાલિકાએ વચલો રસ્તો કાઢીને લારીઓવાળાને સૂચિત કરેલી જગ્યાએ ધંધો ખસેડી લેવા જણાવ્યું હતું જે બાબતે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓના છૂટક ધંધાર્થીને વેચાણ બાબતે યોગ્ય લાગ્યું ન હતું, અનેકવાર ચર્ચાઓ અને બેઠકો મળી છતાં પાલિકા અને લારીઓવાળા વચ્ચે સમાધાન કરી રસ્તો નિકળ્યો ન હતો. 
 
જેથી શહેરના લારી-પાથરણાવાળાએ એક સંપ થઈ ગત સોમવારે ધંધો બંધ રાખી નારાજગી દર્શાવી હતી. આ દરમિયાન શહેરના કેટલાક સ્થળોએ ટોળા પણ જાવા મળ્યા હતા. ત્યારે હવે પાલિકાને પણ પોલીસ માટે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરાવો માથાના દુઃખાવાસમ બન્યો છે.

Tags :