જસરા ખાતે મેગા અશ્વ શો માં રણાવાસની ઘોડી તેજલ ત્રીજા નંબરે આવી

અગાઉ પણ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવનાર ઘોડી તેમજ ઘોડેસવારનું  પ્રમાણપત્ર આપી  સન્માન પાલનપુર તાલુકાના રણાવાસ ગામે રહેતા ચંદુભાઇ નાનજીભાઇ ઢેપા પોતાની ઘોડી તેજલને સાથે લઇ જસરા ખાતે યોજાયેલા અશ્વ શો મા ભાગ લીધો હતો. જેમાં તેજલે પાટી દોડમાં ત્રીજો નંબર અને નાચવાની હરીફાઇમા ચોથો નબર પ્રાપ્ત કરી ઘોડેસવાર ને પ્રમાણપત્ર અને સન્માન અપાવ્યું હતું.
 
પાલનપુર તાલુકાના રણાવાસ ગામે રહેતા ચંદુભાઇ કે જેઓ પોતે ઘોડાઓ પાળવાના શોખીન છે. તેઓના ઘોડા અને ગોળીઓ અલગ અલગ અશ્વ શોમાં ભાગ લે છે. અગાઉ પણ તેમની ઘોડીએ યોજાયેલા અશ્વ શો માં ભાગ લઇ સન્માનપત્ર અને મેડલ મેળવ્યા હતા. ત્યારે વધુ એક વાર તેમની ઘોડીએ અશ્વ શોમાં ભાગ લઇ તેમનું નામ રોશન કર્યું છે. જસરા ખાતે યોજાયેલા બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત અાઠમા મેગા અશ્વ શો મા રણાવાસ ગામના ચંદુભાઇ નાનજીભાઇ ઢેપાએ તેમની ઘોડી તેજલને લઈ હરીફાઇમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લઈ તેને પાટી દોડમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો આથી તેને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેજલે ડાન્સ અને અન્ય કુશળતામાં પણ ભાગ લઈ ઘોડેસવાર ચંદુભાઇને સન્માનપત્ર પણ અપાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.