પશુઆહારની આડમાં લવાતો ૬૪૧ પેટી દારૂ પોલીસે કર્યો જપ્ત

 પશુઆહારની આડમાં લવાતો ૬૪૧ પેટી દારૂ પોલીસે કર્યો જપ્ત
 
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બેફામ દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે શામળાજી નજીક પોલીસે એક ટ્રકમાંથી મોટીસંખ્યામાં દારૂનો જથ્થો ઝડપ્યો છે.અરવલ્લીના શામળાજી નજીક વેણપુર ગામની સીમમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ચેકિંગ દરમિયાન તપાસ કરતા ટ્રકમાંથી ૬૪૬ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.ટ્રકમાંથી ૬૪૬ પેટી ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો. પશુઆહારની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. શામળાજી પોલીસે ટ્રક ચાલક અને અન્ય એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.