02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / PM મોદીને મળ્યો 'ચેમ્પિયન ઓફ અર્થ' એવોર્ડ, કહ્યું- આ ખેડૂતો અને સ્ત્રીઓનું સન્માન

PM મોદીને મળ્યો 'ચેમ્પિયન ઓફ અર્થ' એવોર્ડ, કહ્યું- આ ખેડૂતો અને સ્ત્રીઓનું સન્માન   03/10/2018

પર્યાવરણ ક્ષેત્રે એક મહત્વનું પગલું લેવા માટે સંયુક્ત રાષ્ટ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ચેમ્પિયન ઓફ અર્થનો એવોર્ડ આપ્યો છે. દિલ્હીમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં યૂએન ચીફ અંટોનિયા ગુટેરેસે વડાપ્રધાનને આ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત હંમેશા પ્રકૃતિમાં માના સ્વરૂપને જુએ છે. તેમણે કહ્યું કે, આ ભારતના આદિવાસી, ખેડૂતો અને માછીમારોનું સન્માન છે. આ ભારતની નારીનું સન્માન છે, જે ફૂલ-છોડનું ધ્યાન રાખે છે.

પીએમ મોદી સિવાય આ એવોર્ડ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅવ મેંક્રોને પણ આપવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં યુએન તરફથી આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ ત્યાં હાજર હતાં.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યાં સુધી ક્લાઈમેટ ચેન્જની ચિંતા કલ્ચરમાં નહીં હોય, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી. આપણે પ્રકૃતિને સજીવ માન્યું છે. પર્યાવરણ પ્રતિ ભારતની ચિંતાનો આવે વિશ્વએ સ્વીકાર કર્યો છે. પરંતુ આ હજારો વર્ષોથી આપણી જીવન શૈલીનો હિસ્સો બન્યો છે.

 

આજે આપણાં દેશમાં ગરીબોની સંખ્યા ઘટી રહી છે. લોકો ગરીબી રેખાથી ઉપર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વસ્તી વધારાને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનો બોજો નાખ્યા વગર વિકાસની તકને જોડવા માટે સહારાની જરૂર છે. એક બીજોના હાથ પકડવાની જરૂર છે.

 

 

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ કાર્યક્રમમાં કહ્યું કે, આજે દેશ માટે ગૌરવનો દિવસ છે. જ્યારે પેરિસ સમજૂતીથી અમુક દેશોએ બહાર નીકળવાની વાત કરી ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતે પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કોઈ દબાણમાં આવીને નથી કર્યા.

Tags :