પાલનપુરના પૂર્વ ધારાસભ્યનો પ્લોટ કબ્જાનો મામલો ગરમાયો

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ પ્લોટ કબજા મામલે વિવાદમાં આવ્યા છે. જેમાં પ્લોટ માલિક યુગલ આજે એસપી કચેરી પહોંચ્યું હતું અને પશ્ચિમ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. અને ન્યાયની ગુહાર લગાવતા તેઓએ ન્યાય નહીં મળેથી ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુરમાં રહેતા એક દંપતીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પર તેમના પ્લોટમાં ગેરકાયદેસર રીતે કબજો કરી રહયા હોવાના ગતરોજ આક્ષેપો કર્યા હતા. દરમિયાન આજે ઉપરોકત પ્લોટનુ માલિક યુગલ પાલનપુરની એસ.પી. કચેરી ખાતે પહોંચી ગયું હતુ. અને એસપી કચેરી ખાતે પહોંચી તેમની ફરિયાદ પશ્ચિમ પોલીસ ન લેતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. 
જેમાં ભાજપના સત્તાના જોરે પોલીસ પર દબાણ હોવાથી ફરિયાદ ન લેવાતી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. તે ઉપરાંત ઉપરોક્ત યુગલ પ્લોટનું માલિક હોવા છતાં ધારાસભ્યએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાની રાવ સાથે પ્લોટ માલિક યુગલે એસપી કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સમગ્ર મામલો ગરમાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.