અંગ્રેજાએ આંતરિક મતભેદોનો ફાયદો ઉઠાવી દેશ પર જુલ્મી શાસન કર્યું : શંકરભાઈ ચૌધરી

૩૧ ઓક્ટોમ્બર ર૦૧૩ ના રોજ ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જ સ્ટેચ્યુ ઓફ યુનીટી સ્મારકનું ભૂમિપૂજન કર્યુ હતું. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની પપ માળ જેટલી ઉંચી આ પ્રતિમાના કે જેના નિર્માણ માટે પ૦૦૦ ટન લોઢાનું દાન ખેડૂતોએ કર્યું હતું. તેવી વિશ્વની ઉંચી ૧૮ર મીટરની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ થનાર છે. 
આખું વિશ્વ જેની નોંધ લેશે તેવી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની સ્સ્ટેચ્યુ ઓફ યૂનિટી પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે સરદાર સાહેબની જન્મજયંતી ૩૧ ઓક્ટાબર ર૦૧૮ ના રોજ થનાર છે. અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર સાહેબની સમાજના પ્રત્યેક વર્ગને સાથે રાખી એક દોરે પરોવાયેલા સમાજની સહિયારી શÂક્તથી મહાન રાષ્ટ્રના નિર્માણના સકલ્પને સાથે રાખી નિકળેલી “એકતા યાત્રા” ની વાવના રામપુરા, સુઈગામના ખડોલ, ભટાસણા, રડકા, કુંભારલકા, કટાવ તથા ભાભર ખાતેના પ્રવાસની આગેવાની શંકરભાઈ ચૌધરીએ કરી હતી. 
અંગ્રેજાના દમનકારી યુગનો કાળો ઈતિહાસ અને મુઠ્ઠીભર અંગ્રેજાએ આટલા વિરાટ દેશ પર આંતરિક મતભેદનો ફાયદો ઉઠાવી કઈ રીતે શાસન કર્યું તે બાબતોને આવનારી પેઢી ભૂલે નહીં તેવી ટકોર હાજર સૌ કોઈને શંકરભાઈએ કરી હતી. સામાન્ય નાગરિકના મૂળભુત અધિકારો, તેની અભિવ્યÂક્તની આઝાદી અને સંપૂર્ણ સ્વરાજ પોતાના અંગત વ્યવસાયીક જીવનનું બલિદાન આપનાર સરદારનું મહત્વપૂર્ણ યોગદાન જન - જનને સ્મરણ રહે તે બાબત પર શંકરભાઈએ બળ આપ્યું હતું.  મોટા ભાગન રજવાડાઓએ સરદાર સાહેબની એક હાકલ માત્રથી વર્ષોથી ચાલતી રાજા - રજાવાડાઓની પંપરાઓને અખંડ ભારતના નિર્માણ માટે સામે ચાલીને રાષ્ટ્રનાચરણે ધરી હતી, આ બાબત કોઈ નાની ન હોવાનું જણાવી શંંકરભાઈએ ઉમેર્યુ હતુ કે જેમણે આમ કરવાથી ઈનકાર કર્યો હતો તેવા રજાવાડાઓ વિરૂધ્ધ સરદાર સાહેબે જરાક પણ વિલંબ વગર સૈન્ય શÂક્તનો સુચારૂ ઉપયોગ કરીને પણ ભારતમાં ભેળવ્યા હતા.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.