02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરમાં લડબી નદીના વહેણને અવરોધવાના કોઈ પ્રયાસો સાંખી લેવાશે નહીં ઃ પ્રભારી મંત્રી

પાલનપુરમાં લડબી નદીના વહેણને અવરોધવાના કોઈ પ્રયાસો સાંખી લેવાશે નહીં ઃ પ્રભારી મંત્રી   07/05/2019

પાલનપુરની મધ્યમાંથી પસાર થતી લોકમાતા લડબી નદીના પટમાં ફરીએક્વાર દબાણનું ભૂત ધુણ્યુ છે. આબુ હાઇવે પર લડબીના પટમાં શરૂ થયેલા બાંધકામ સામે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ પ્રદર્શિત કરતા ફરી મામલો ગરમાયો છે. ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે નદીના વહેણને અવરોધવાના પ્રયાસને સાંખી નહીં લેવાય તેવી તાકીદ કરતા દબાણો દૂર કરાશે તેવી ખાત્રી આપી હતી.
પાલનપુરની લડબી નદીના પટમાં બિલ્ડરોએ મોટાપાયે દબાણો કરતા લડબી નદી લુપ્ત થઇ રહી છે. અગાઉ લોકોએ લડબી નદીના દબાણો દૂર કરવા માટે અભિયાન છેડ્‌યું હતું. જોકે, તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના ઠાલા આશ્વાસનો આપ્યા સિવાય કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. ત્યારે ફરી એકવાર લડબીના પટમાં દબાણનો સળવળાટ થતા લોકોએ વિરોધ જતાવ્યો હતો.
પાલનપુરની લડબી નદીમાં દબાણો થતા નદીનું વહેણ અવરોધાઈ રહ્યું છે. જેને પગલે ચોમાસામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળે છે. છતાં તંત્રના પેટનું પાણીએ હાલતું નથી. ત્યારે આજે બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વર પરમારનું આ અંગે ધ્યાન દોરવામાં આવતા તેઓએ આ અંગે કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. અને કોઈપણ વ્યક્તિની પોતાના નિજી સ્વાર્થમાં નદીના વહેણને અટકાવવાની પ્રવૃત્તિને સાંખી નહીં લેવાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. જોકે, વહીવટી તંત્રને અવાર નવાર રજૂઆતો થઇ છે. ખુદ નાયબ મુખ્ય મંત્રી પણ લડબીના દબાણો દૂર કરવાનો દિલાસો આપી ચુક્યા છે. ત્યારે બિલ્ડરો સામે ઘૂંટણીયે પડી ગયેલું તંત્ર પ્રભારી મંત્રીની ચીમકીને પણ ગભીરતા થી લેશે કે કેમ તેતો સમય જ બતાવશે.
 
 

Tags :