02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરાના રમુણ ગામમાં યુવક પાસે માફી મંગાવી માર મારતા વીડિયો ઉતારીને વાયરલ કર્યો

ધાનેરાના રમુણ ગામમાં યુવક પાસે માફી મંગાવી માર મારતા વીડિયો ઉતારીને વાયરલ કર્યો   11/01/2020

ધાનેરાના રમુણ ગામમાં એક યુવકને ત્રણથી ચાર લોકો ભેગા મળીને અન્ય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કેમ કરી તે બાબતે ઠપકો આપીને માર મારતાનો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો હતો.જેમાં જુદા-જુદા બે વિડીયો વાયરલ થયા હતા.તે પૈકીના એક વીડિયોમાં યુવક પાસે માફી મંગાવી તેનું નામ અને પરિચય પૂછાય છે.બાદમાં હવે તને મારવો છે તેમ કહીને તેને મારવામાં આવે છે.
ધાનેરા તાલુકાના રામપુરા ગામના કેટલાક રહીશોએ આ વિડીયો તેમના જ ગામનો જ છે તેવી પુષ્ટિ કરી હતી.પરંતુ સમગ્ર ઘટના અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.જોકે નાણાકીય લેવડદેવડ દરમિયાન અન્ય સમાજના રહીશ વિશે ઘસાતું બોલાતા અન્ય સમાજના યુવકો રોષે ભરાયા હતા.અને યુવકને માર મારી તેની પાસે માફી મંગાવી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

Tags :