02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ સામે વંશવાદનો જંગ : વિજય રૂપાણી

લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ સામે વંશવાદનો જંગ : વિજય રૂપાણી   19/04/2019

પાલનપુર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણ આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે સરહદી બનાસ કાંઠા જિલ્લામાં મુખ્ય મંત્રીએ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. દિયોદર, પાંથાવાડા બાદ રાત્રે તેઓએ પાલનપુરમાં ચૂંટણી સભા ગજવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુરની ચૂંટણી સભાને સંબોધતા કાંગ્રેસ પર મન મૂકીને વરસ્યા હતા. તેઓએ ૨૦૧૯ના લોકસ ભાના ચૂંટણી જંગને રાષ્ટ્રવાદ સામે વંશવાદ(પરિવારવાદ)નો જંગ ગણાવ્યો હતો.
પાલનપુર ખાતે નિર્ધારિત સમય કરતા લગભગ એક કલાક મોડા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચૂંટણી સભાને સંબોધતા કાંગ્રેસ પર વેધક પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ બાબાને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, દેશની તિજોરીની અને સરહદોની રક્ષા કરનાર ચોકીદારને રાહુલબાબા ચોર ગણાવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટનો હવાલો આપી ચોકીદારને ચોર ગણાવનાર રાહુલ ગાંધી લોકોને ભ્રમિત કરી રહ્યા છે. દેશ પર એકહથ્થુ શાશન કરનાર ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બાદ હવે બેન પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં આવ્યા છે. ત્યારે તેઓએ ૨૦૧૯ના ચૂંટણી જંગને રાષ્ટ્રવાદ વિરુદ્ધ વંશવાદ વચ્ચેનો જંગ ગણાવ્યો હતો. તેઓએ ભાજપનો મંત્ર "સબ કા સાથ સબકા વિકાસ"નો છે. ત્યારે સામે પક્ષે કાંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી ભાગલા પાડો ને રાજ કરોનો નીતિ અપનાવી રહી છે. 
મુખ્યમંત્રીએ યુપીએના રાજમાં થયેલા અનેક કૌભાંડોને વર્ણવતા જણાવ્યું હતું કે, ચોકીદાર આ કૌભાંડકારીઓને પડકારી રહ્યો હોઈ મોદી હટાવો ઝુંબેશ છેડતાં વિપક્ષોનો શંભુમેળો એકઠો થયો છે. જેઓનો એકમાત્ર ઉદેશ્ય મોદીને હટાવવાનો છે. અમે તો મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીએ છીએ.પણ આ શંભુમેળો તો વડાપ્રધાનના ઉમેદવાર પણ જાહેર કરી શક્યો નથી. જે દરેક પક્ષની સત્તા લાલસા બતાવે છે. 
મુખ્યમંત્રી રૂપાણીએ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા ડેમ સહિતના ગુજરાતના વિકાસ માટે કરેલા કાર્યોની છણાવટ કરતા જણાવ્યું હતું કે, મોસાળમાં જમણને માં પીરસનાર હોય તેવો ઘાટ ઘડાયો હોઈ ગુજરાતના હિતમાં ફરી નરેન્દ્રભાઈ મોદીને દેશનું સુકાન સોંપવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, કે.સી.પટેલ સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ ચૂંટણી સભામાં કાંગ્રેસ અગ્રણી પાલનપુર નગરપાલિકાના માજી પ્રમુખ પ્રતાપભાઈ માળી, તેમના પુત્ર પૂર્વ નગરસેવક સાગર માળી, પાટીદાર અગ્રણી એન.સી.પી.ના નેતા શિવરામ ભાઈ ફોસી અને કાણોદર સરપંચ સહિતના લોકોએ પંજાનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. જેઓને મુખ્યમંત્રીએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.

Tags :