ઈકબાલગઢ હાઈવે ઉપર હીટ એન્ડ રન : બેનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં પ્રાણઘાતક અકસ્માતોના દૌર વચ્ચે અમીરગઢના ઇકબાલગઢ ખાતે હાઇવે પર સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ અજાણ્યા વાહનની ટકકરથી બાઇક પર સવાર દાદી અને પૌત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ ઈકબાલગઢ હાઇવે પરથી પુરઝડપે પસાર થયેલા કોઈ અજાણ્યા વાહનનો ચાલક બાઇકને ટકકર મારી નાસી છૂટતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇક પર સવાર શારદાબેન રણછોડજી ઠાકોર અને તેમની પૌત્રીને ગંભીર ઇજાઓ થતા બંને જણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં બાઇક ચાલક રણછોડજી ઠાકોરને પણ ગંભીર ઇજાઓ થતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે.આ અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલિસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ કમનસીબ મૃતક દાદી અને પૌત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાથી ઇકબાલગઢ પંથકમાં અરેરાટી મચી ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.