02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / વાવમાં રહીશના ખિસ્સામાંથી ૯ર હજાર રૂપિયા સેરવી લીધા

વાવમાં રહીશના ખિસ્સામાંથી ૯ર હજાર રૂપિયા સેરવી લીધા   06/11/2018

 
 
                    બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ શહેરમાં દિવાળીની ખરીદીની ભરચક ભીડ વચ્ચે ભેજાબાજ ગઠીયો વાંઢીયાવસના રહીશના ખિસ્સામાંથી રૂ.૯ર,૦૦૦ ં સેરવી પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 
દિવાળીના મહાપર્વને લઈ સરહદી શહેરમાં ભેજાબાજ ટોળકી ઉતરી પડી છે.  જે ટોળકી સરહદી કે એકલદોકલ વ્યÂક્તની નજર ચુકવી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે. જેમાં લોકોને વર્ષભરની કમાણી ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે ગઈકાલે દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે તાલુકા મથકમાં ભરચક ભીડ જામી હતી. તે દરમિયાન બપોરના સુમારે વાવના વાંઢીયા વાસના રહીશ રામસેંગજી ભીમાજી રાજપૂત હિંગળાજ કોમ્પલેક્ષની સીડીઓ ચઢી રહ્યા હતા. ત્યારે કોઈ ગઠીયો તેમના ઉપરના ખિસ્સામાં રહેલા રૂ.૯ર,૦૦૦ આબાદ સેરવી પળવારમાં પલાયન થઈ ગયો હતો. રૂપિયા ગુમ થવાની જાણ થતા તેઓ હાંફળા - ફાંફળા બની ગઠીયાની તપાસ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ કે પગેરૂં મળ્યું નહતું. આ બાબતે તેમણે પોલીસ મથકે જાણ પણ કરી હતી. ગઠીયાના આબાદ દાવથી તેમની દિવાળી બગડી જવા પામી હતી. આવા વધતા જતા બનાવોને ગંભીરતાથી લઈ પોલીસ ભીડભાડવાળા સ્થળે ચુસ્ત બંદોબસ્ત રાખે તે જરૂરી છે એ સિવાય લોકો પણ સ્વયં જાગૃતિ દાખવે તે તેમના હિતમાં રહેશે.

Tags :