02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં જુગારધામ પકડાયું ૫૪,૨૦૦ રોકડા સાથે ૪ ને દબોચ્ચા

મહેસાણામાં જુગારધામ પકડાયું ૫૪,૨૦૦ રોકડા સાથે ૪ ને દબોચ્ચા   28/02/2019

મહેસાણા શહેરના શોભાસણ રોડ પર છાપરામાં બેસીને કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યાની બાતમી મળતાં એ ડિવિજન પોલીસે અહીં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જોતાંની સાથે જ જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કોર્ડન કરી જુગાર ધામ પરથી રોકડ રૂ.૫૪,૨૦૦ સાથે નિયાઝ મહમંદ જહીરૂદ્દીન પન્નુમીયા સૈયદ (રહે.નાગલપુર, કસ્બા), ચાવડા (મુસ્લિમ) મહેબુબ ગુલાબભાઇ (રહે.શુકન સોસાયટી, શોભાસણ), વ્હોરા (મુસ્લિમ) હનીફ રસુલભાઇ (રહે.પટેલવાડી પાસે, કસ્બા) અને બાબુ ગંગારામભાઇ દવે (રહે. નંદનવન સોસાયટી, મોઢેરા રોડ મહેસાણા)ની ધરપકડ કરી હતી. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Tags :