02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર કોલેજમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાધનપુર કોલેજમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો   01/01/2019

 
 
                           રાધનપુરમાં શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ શ્ કોમર્સ કોલેજમાં જિલ્લા કલેક્ટર આનંદ્દ પટેલની ઉપસ્થિતિમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કોલેજના આચાર્ય ડો.સી.એમ.ઠક્કરે મહેમાનોને આવકારીને કોલેજની પ્રવૃત્તિથી વાકેફ કર્યા હતા, જયારે પ્રાંત અધિકારી એસ. ડી.ગિલ્વાએ વિદ્યાર્થીઓને એક સારા નાગરીક બનવાની અને પોતાની ફરજ પ્રત્યે જવાબદારી નિભાવવાની શીખ આપી હતી,અને જે વિદ્યાર્થીઓએ ચૂંટણીકાર્ડ મેળવ્યા ના હોય તેમને તુરંત મેળવી લેવા અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટર આનંદભાઈ પટેલે કોલેજ જીવનને સુવર્ણ સમય બતાવીને કોલેજજીવનના ભયસ્થાનો પણ દર્શાવ્યા હતા.વિદ્યાર્થીઓને લઘુતાગ્રંથિ છોડીને કારકિર્દી કેવી રીતે બનાવવી એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડો. મહેશભાઈ મુલાણીએ કોલેજમાં કન્યાકેળવણીને કેટલું મહત્વ અપાય છે તે અંગે માહિતી આપી હતી.કાર્યક્રમના ઉદ્ઘાટક ડો.નવીનભાઈ ઠક્કરે વિદ્યાર્થીજીવનમાં શિસ્ત,સંયમ અને પ્રમાણિકતાના ગુણો વિકસાવવા ઉપર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર,કોષાધ્યક્ષ ધીરુભાઈ ઠક્કર,લોહાણા મહાપરિષદના કિરીટભાઈ ભીમાણી,ટ્રસ્ટી ક્રિષ્નાબેન મુલાણી સહીત ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડો.વિમલેશભાઈ ખમાર અને પ્રા.કિશોરભાઈ દવારા કરવામાં આવ્યું હતું.જયારે કાર્યક્રમની ઉદઘોષણા વિદ્યાર્થીઓ મયુર માળી,કિરણ ચાવડા,શૈલેષ ગોરખા દવારા કરવામાં          આવી હતી.

Tags :