સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સરકારે આપી નવા વર્ષની ભેટ, કરી આ મોટી જાહેરાત

નાયબ મુખ્મમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને લઈ નવા વર્ષની શરૂઆતમાં એક મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૫ ટકા ડ્ઢછ મળશે.આપને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સરકારી કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીના પગારમાં આ ૫ ટકાનો વધારો ચુકવાશે. ૧ જુલાઈ ૨૦૧૯થી મોંધવારી ભથ્થું ચુકવાશે. આ વધારા સાથે હવે ૧૨ ટકાની જગ્યાએ ૧૭ ટકા મોંઘવારી ભથ્થુ મળશે.આ પગલાથી રાજ્ય સરકાર પર વાર્ષિક લગભગ ૧,૮૨૧ કરોડ રૂપિયાનો બોજ વધશે. ઉપરાંત તેમણે કહ્યું કે ૧ જુલાઈ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીનું એરિયર્સ બેથી ૩ તબક્કામાં ચુકવાશે. એરિયર્સ ચૂકવવાની જાહેરાતનો નિર્ણય ટૂંક સમયમાં કરાશે. એમ નીતિન પટેલે જણાવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.