ગુજરાતના જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું નિધન, ૮૪ વર્ષની જૈફ વયે નિધન થયું

 જાણીતા ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું ૮૪ વર્ષની જૈફ વયે આજે સવારે 6 વાગ્યે દુઃખદ નિધન થયું છે. સાહિત્ય જગતમાં ભગવતીકુમાર શર્માના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે.  સાંજે ૭.૩૦ કલાકે સુરતમાં  તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા હતા. તેઓ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે,ભગવતીકુમાર શર્માને ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.