02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / વામૈયામાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરાતા તંત્રની દોડધામ, સુલેહ કરવા બેઠક યોજી

વામૈયામાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરાતા તંત્રની દોડધામ, સુલેહ કરવા બેઠક યોજી   29/05/2019

પાટણ: વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો ગામલોકોએ બહિષ્કાર કર્યો હતો. એ જાતિમાંથી આવતા લોકો સાથે ગ્રામજનોએ કરિયાણું, રોજગારી સહિતના બંધનો લાદી દીધા હતા. ઘટનાની જાણ થતાં કલેક્ટર આનંદ પટેલ, એસપી શોભા ભૂતડા ગામમાં દોડી જઈને બેઠક યોજીને સુલેહ કરાવ્યો હતો. સાથે જ કોઈપણ પ્રકારનો ફરી બહિષ્કાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
 
વામૈયામાં અનુસૂચિત જાતિના લોકોના સામાજીક બહિષ્કારને પગલે પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા, ડીવાયએસપી જે. ટી. સોનારા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી જઈને ગ્રામજનોને સમજાવવા માટે બેઠક યોજી હતી.
 
ગામમાં દોડી ગયેલા અધિકારીઓએ ગામવાસીઓને અનુરોધ કર્યો હતો કે સૌ સાથે હળીમળીને રહો. અનુસૂચિત જાતિના લોકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કે બહિષ્કાર કરવો નહીં. એમ કરવામાં આવશે તો સંવૈધાનિક કાયદેસરની કાર્યવાહી કરવા સુધીના પગલાં લેવાની ચીમકી પણ અપાઈ હતી.
 
વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કારનો મામલો સામે આવતા એસસી સંગઠનો ત્યાં દોડી ગયા હતા. તેમાં બનાસકાંઠા વાલ્મિકી યુવા સંગઠનના સરદાર પુરબીયા, અનુસૂચિત જાતિ એકતા મંચના પ્રમુખ હરગોવન પરમાર, નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા.

Tags :