ડીસામાં વેપારી અપહરણ કેસનો વધુ એક આરોપી ઝડપાયો

ડીસા : ડીસામાં  થોડા સમય અગાઉ ગાડી સાથે એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું અને અપહરણકારોએ વેપારીના પરિવારજનો પાસે મોટી રકમની  ખંડણીની માંગ કરી હતી.પરંતુ પોલિસની સતર્કતાથી બે આરોપીને ઝડપી ગણતરીના કલાકોમાં જ વેપારીનો છુટકારો થયો હતો અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન વધુ એક આરોપી ઉત્તર પોલોસે ઝડપી પાડ્‌યો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.  ડીસામાં ગત તા. ૨૯/૯/૧૯ના  રોજ બપોરના બાર વાગ્યાના સુમારે ડીસા રત્નદીપ સોસાયટીમાં રહેતા વેપારી અંકુરભાઇ પ્રકાશભાઇ અગ્રવાલ તેમની વર્ના  કાર (નંબર જીજે. ૮ એ.ઇ.૭૩૬૮) લઈ ડીસા પારકર ભુવનના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હતા.તે દરમિયાન કેટલાક આરોપી ઓએ અગાઉથી બનાવેલ પ્લાન મુજબ પોતાનુ બાઇક કારને ટકરાવી ઇજા થઇ હોય તેવો ઢોંગ રચી ઇજા પામનારને દવાખાને લઇ જવો છે તેમ કહી અંકુરભાઇની ગાડીમાં બેસી ગયા હતા અને રસ્તામાં આરોપીઓએ અંકુરભાઇના ગળામાં ચાકુ ભીડાવી જમણા હાથની હથેળીમાં ઇજા કરી ધમકાવી ડરાવી તેમને છોડી મુકવા પેટે  તેમના ઘરના સભ્યો પાસેથી રૂ. ૬૦,૦૦,૦૦૦ની માંગણી કરી હતી તેમજ ગાડીને અન્યત્ર ભગાડી નુકસાન કરી અંકુરભાઇનુ અપહરણ કરી ભગાડી જતાં તેની જાણ થતાં  તત્કાલીન પોલીસ અધિક્ષક અજિત રાજીયાનએ તાબડતોબ તાત્કાલીક બનાસકાંઠાની એલ.સી.બી.,પેરોલ ફર્લો તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટાફની છ ટીમો બનાવી બનાસકાંઠામાંથી બહાર જતા તમામ  રસ્તાઓ ઉપર નાકાબંધી વોચ રાખી આરોપીઓને પકડી પાડવા સુચના કરતાં શ પી.એલ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી. બી.પી.એલ.વાઘેલાએ તેમના બાતમીદારો તથા રાજસ્થાન બોર્ડરના તમામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તથા જીલ્લા પોલીસની ટીમોને રસ્તાઓ રોકવા સુચનાઓ કરતાં તમામ ટીમોએ તે મુજબ રસ્તાઓ રોકતાં આરોપીઓ અપહરણ કર્તાને લઇ બહાર જઇ શકેલ નહી અને ગણતરીના કલાકોમાં પોલીસના ઘેરાવામાં ડીસા રાંણપુર રસ્તા પાસે બે આરોપીઓ પકડાઇ ગયેલ અને બે આરોપી અંધારાનો લાભ લઇ નાસી ગયેલા જેમાં પકડાયેલ આરોપી રવિકુમાર કાનજીભાઇ પરમાર (રહે.પાલનપુર સરકારી વસાહત  એસ.ટી સ્ટેન્ડની બાજુમાં) અને ભરતકુમાર રમેશભાઇ દરજી પોલીસના હાથે ઝડપાઇ ગયેલ.જયારે નાસી ગયેલની  તપાસ ચાલુ હતી તે દરમિયાન વધુ એક આરોપી અલ્પેશભાઈ રાણાભાઈ રબારીને ઉત્તર  પોલોસે ઝડપી લીધો હતો અને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ  કર્યો 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.