ધાનેરાના કુવારલા ગામની પરણિત યુવતીએ સાસરે ના રહેવા માટે 181 હેલ્પ લાઈનની મદદ લીધી

ધાનેરા તાલુકાના કુવારલા ગામે છેલ્લા દોઢ માસથી પોતાના પતિ સાથે રહેતી એક યુવતીએ ગઈકાલે મહિલા હેલ્પ લાઈન 181 પર કોલ કરી સાસરે ના રહેવા માટે મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના જૂની વાલી ગામમાં રહેતી 20 વર્ષીય નિરૂબેન દરજીએ ગતરાત્રે 9 કલાકે 181 હેલ્પ લાઈનમાં કોલ કરી પોતાને તેનો પતિ દશરથ હેરાન કરતો હોવાની હકકિત કહી હતી અને ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ખોધી રાખી હોવાનું જણાવતા 181 હેલ્પ લાઈનએ ધાનેરા પોલીસને આ બાબતે જાણ કરતા ધાનેરા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી હતી.એ દરિમયાન વહેલી સવારે હકીકતના આધારે ધાનેરા પોલીસના એએસઆઈ રવિકુમાર ધાનેરા શહેરમાંથી આ યુવતીને શોધી તેને પોલીસ મથકે લાવવામાં આવી હતી.હાલ આ યુવતી પોતાના પિયર જવાની વાત કરી રહી છે .જયારે ધાનેરા પોલીસે  પણ યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે. જયારે આ યુવતીએ અગાઉ પણ લગ્ન કર્યા હોવાની હકકિત સામે આવી છે.યુવતીએ પોતાના કાકા પર આક્ષેપ કરી જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાના માલોત્રા ગામના દશરથ દરજીના ત્યાં તેને મરજી વિરુદ્ધ રાખી હતી.હાલ ધાનેરા પોલીસે યુવતીનો જવાબ લઈ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.