ડીસાની આરાસુરી ઝેરોક્ષ દુકાનમાં નવનીતની નકલી પુસ્તકો ઝડપાયી

ડીસાની આરાસુરી ઝેરોક્ષમાં નવનીત બુક્સ કંપની દ્રારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન આસુરી ઝેરોક્ષ માંથી નવનીત એજ્યુકેશન બુક ની ઝેરોક્ષ મળી આવતા કોમ્પ્યુટર અને ઝડપથી મળી કુલ ૨૩ 600નો  મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ મામલે બે શખ્સો વિરુદ્ધ ડીસાના ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
 
ડીસાને   ડૂપ્લીકેટ  ચીજ વસ્તુઓ નું હબ ગણવામાં આવે છે અને લોકોના ખાદ્ય પદાર્થ ની ચીજો તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં  ભેળસેળ કરી ને ખુલે આમ વેંચતા હોયની અનેક રાવ ઉઠવા પામી છે.  ત્યારે બાળકોના અભ્યાસ માટે પુસ્તકો બનાવતી એવી નવીનત એજ્યુકેશનની  કંપનીના ઓરીજનલ બુકની ઝેરોક્ષ કોપી કરીને કેટલાક લોકો વેચાણ કરી રહયા હોવાની ફરીયાદ ઉઠી હતી જેના પગલે  ડીસાના નવા બસ સ્ટેશન સામે આવેલ આવેલી વિમલ પારસ શોપિંગ સેન્ટર માં આવેલી આરાસુરી ઝેરોક્ષ માં નવનીત બુકોની ઝેરોક્ષ કોપી કરી બુક બનાવી વેચાણ કરતા હોવાની અંગત બાતમીના આધારે  નવનીત કંપનીમાં નોકરી કરતા નીતિનકુમાર જોશી તથા તેમની ટીમે મંગળવારે અચાનક  તપાસ હાથ ધરી હતી. જેમાં આરાસુરી ઝેરોક્ષની દુકાનમાંથી  નવનીત એજ્યુકેશન બુકની ઝેરોક્ષ  કરાયેલી 20 બુકો મળી આવી હતી . જેથી તેઓએ આ મામલે તેઓએ ઉત્તર પોલીસને જાણ કરી હતી. જેથી  એક કોમ્યુટરનું મોનીટર  અને ઝેરોક્ષ સહિત મળી કુલ 243,600નો  મુદામાલ જપ્ત કરી લેવાયો હતો નવનીત કંપનીના નીતિન કુમાર કાંતિલાલ જોશીએ બે શખ્સો જેમાં લક્ષ્મીપુરા ડીસા ના હનુમાનભાઈ બાબુજી વણકર અને અંકુર સોસાયટી ખાતે રહેતા ભગવાનભાઈ પ્રભુદાસ પટેલ વિરુદ્ધ કાનૂની હક ની નકલ અધિનિયમ આઈપીસી 51,63,65,68 (એ) મુજબ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.