02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં કૃષિ મહોત્સવ યોજાયો

રાધનપુરમાં કૃષિ મહોત્સવ યોજાયો   19/06/2019

 રાધનપુર : રાધનપુરમાં રાજ્યના મંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ-૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યુ હતું કે કૃષિ મહોત્સવથી  બીજી હરિયાળી ક્રાંતિ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે, રાજ્ય સરકારની દીર્ઘ દ્રષ્ટિના કારણે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે.રાજ્યના ખેડૂતની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે જરૂરી જાગૃતિ લાવવા આવા કૃષિ મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સાંતલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કરશનજી જાડેજા, રાધનપુર તાલુકાના સુલ્તાનપુરાના ખેડૂત કનુભાઈ ચૌધરી,નાયતવાડાના ખેડૂત કાનજીભાઈ પરમારનું કૃષિક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ બદલ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, કૃષિ વૈજ્ઞાનિક ડો.એન.આર. દેસાઈ,મદદનીશ ખેતી નિયામક એચ.આઈ.પટેલ, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલવા, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :