02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / બ્રિટનમાં 75 વર્ષના ભારતીયએ વિશ્વની સૌથી લાંબી 51 ઇંચની કાકડી ઊગાડી

બ્રિટનમાં 75 વર્ષના ભારતીયએ વિશ્વની સૌથી લાંબી 51 ઇંચની કાકડી ઊગાડી   05/08/2018

 બ્રિટનના ડર્બીમાં રહેતા 75 વર્ષીય સિખ રઘબીર સિંહ સંઘેડાએ તેમના ગ્રીન હાઉસમાં વિશ્વની સૌથી લાંબી કાકડી ઉગાડી છે. તેની લંબાઇ 129 સે.મી. (51 ઇંચ) છે. અગાઉનો વિક્રમ બ્રિટનના જ ઇયાન નેલના નામે હતો, જેણે 2011માં 42.13 ઇંચની કાકડી ઊગાડી હતી. રઘબીર સિંહ 1991માં બ્રિટન આવીને વસ્યા હતા. તેઓ જણાવે છે કે, ‘હું કાકડીની જોડે બેસીને તેને નિહાળતો રહેતો હતો. હું ભગવાનને પ્રાર્થના કરતો કે તે રોજ વધતી રહે અને સલામત રહે. તેને જોઇને મને ઘણી ખુશી મળે છે. તેનું કદ હજુ પણ વધી રહ્યું છે. કદ વધવાનું બંધ થશે ત્યારે તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે રજૂ કરીશું.’ રઘબીર સિંહ સ્થાનિક ગુરુદ્વારામાં ગ્રંથી છે. તેમને ખેતીકામનો શોખ છે. તેમણે ગયા વર્ષે 39 ઇંચની કાકડી ઊગાડી હતી.

Tags :