લાખણી તાલુકામાંથી ધૂણસોલના યુવકની લાશ મળતા ચકચાર

લાખણી તાલુકાના ચેકરા ગામ પાસેથી મંગળવાર ની વહેલી સવારે ધૂણસોલ ના યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. જે બાબતે ગામ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
 
લાખણી તાલુકાના ચેકરા ગામ નજીક ધૂણસોલ જવાના રસ્તા પાસે મંગળવારે વહેલી સવારે અજાણ્યા ઈસમ ની લાશ દેખાતાં ગામ લોકો ચોંકી ગયા હતા તેમજ ઘટના સ્થળે લોકોનુ ટોળું એકઠું થઈ ગયું હતુ. અજાણ્યા યુવકની લાશ બાબતે ગામલોકોએ  તાત્કાલિક આગથળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરતા મૃતક યુવાન લાખણી તાલુકાના ધૂણસોલ ગામનો ચંદ્રેશભાઈ મેવાભાઈ હરિજન ( ઉ.વ. 22 ) હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતક યુવકની લાશ ને પી.એમ. અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.