02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / આતંકના ખાત્મા માટે મોદી શાસન પ્રતિબધ્ધ ઃ યોગી

આતંકના ખાત્મા માટે મોદી શાસન પ્રતિબધ્ધ ઃ યોગી   27/03/2019

અમદાવાદ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવાના મક્કમ ઇરાદા સાથે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરુપે ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સ્ટાર પ્રચારકો પણ હવે મેદાનમાં આવી ગયા છે. આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ અમદાવાદ માં પ્રચાર કરવા પહોંચ્યા હતા. સાંજે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક ખાતે યોગી આદિત્યનાથે સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યોગીએ સભામાં એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, હાલના દિવસોમાં મોદી હૈ તો મુમકીન હૈ નારો લોકોમાં લોકપ્રિય થઇ ર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નારો માત્ર નારો નથી. કામ કરીને બતાવવામાં આવ્યું છે. પહેલા આતંકવાદ સામે કોઇ પગલા લેવામાં આવતા ન હતા પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ત્રાસવાદ અને બળવાખોરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. બળવાખોરો સામે સૌથી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રાસવાદીઓ સામે પાકિસ્તાનમાં ઘુસીને બે વખત કાર્યવાહી કરવામાં આવી છે જે આતંકવાદ સામેની અતિકઠોર નીતિને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, આસ્થાનું સન્માન ભાજપ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીનું આ કામ નથી. મોદી સરકારની સિદ્ધિઓની પણ તેઓએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારના શાસનકાળમાં ટૂંકાગાળામાં ચાર કરોડ લોકોને વિજળી કનેક્શન, ૮ કરોડ લોકોને ગેસ કનેક્શન અને લાખો લોકોને આવાસની સુવિધા મળી ગઈ છે. લાખો લોકોના બેંક ખાતા ખુલી ગયા છે. કોંગ્રેસના લોકો ચૂંટણી વેળા માત્ર મોટા વચનો આપીને મતદારોને ગેરમાર્ગે દોરે છે. ૫૫ વર્ષ સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે પરંતુ ગરીબી ઓછી થવાના બદલે ગરીબી વધી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ પાર્ટીમાં વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ રહી છે.

Tags :