02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વડાવલ: હિજરતી માલધારી પરીવાર ની આજીવિકા ગુમાવતા, સોસીયલ મીડીયા લાઇવ સંવાદ કરી પરીવારની મદદ કરી

વડાવલ: હિજરતી માલધારી પરીવાર ની આજીવિકા ગુમાવતા, સોસીયલ મીડીયા લાઇવ સંવાદ કરી પરીવારની મદદ કરી   05/11/2018

તા. ૩૦/૧૦/૨૦૧૮ ના રોજ બનેલ ઘટના રાપર તાલુકાના મૌવાણા ગામના રબારી ખેતાભાઈ સનાભાઈ તથા અન્ય માલધારીઓ પર દુષ્કાળ પડ્યો તેનાથી પોતાનો પ્રદેશ છોડી (હિજરત) કરી પોતાનું તેમજ પરિવારનું અને જેમની આજીવિકા જેના આધારીત છે જે પશુપાલન ને નિભાવવા નિકળીને પાટણ ની હદમાં રાધનપુર મું. શેરગંજ ની સીમમાં પહોંચી ચારણ ચરાવવા માટે માલધારી નીકળતા સુકુ ઘાસ ખાધા પછી અબોલ ઘેટાઓની હાલત કથળી હતી અને મરવા લાગ્યા એક જ સ્થળે ઘેટા.૭૬, ગાય.૧ વાછરડા.૨ મૃત્યુ પામેલ તે પરિવારના ઉપર આભ તૂટી પડ્યું હતું અને રોકકળાટ કરી રહ્યો હતો આ પરિવાર જે બાબતે રત્નાભાઈ રબારી રાપર દ્રારા બનાસકાંઠાના જિલ્લાના  વતની ભુવાજીશ્રી જીવરાજ  આલ - સમાજ સેવક (શિક્ષણ, સંગઠન, વ્યસન મુક્તિ અભિયાન, કુરિવાજો નાબુદ ના સારથી)  યુવાનો ના રોલ મોડલ સમાજ ના દરેક સારા કાર્યામાં તેમનો સાથ સહકાર હમેશાં હોય છે તેમને જાણ કરતાં જેઓ સારથિ બની તેઓ તાત્કાલિક તંત્રના લાગતા વળગતા અધિકારીઓ ને જાણ કરાવીને મીડિયા ને જાણ કરી સ્થળે હાજર રહી આવી પડેલ અણધારી આફતમાં મદદરૂપ થવા માલધારીઓને હિંમત આપી બનાવ સ્થળ ઉપર સોશિયલ મીડિયા ના માધ્યમથી પોતાના  ફેસબુક અને પેજ એકાઉન્ટ દ્રારા સમગ્ર ઘટના લાઇવ  પ્રકાશિત કરી સાથે નાયબ કલેક્ટર શ્રી રાધનપુર ને આવેદનપત્ર આપીને પરિવારનું જીવન તેના ઉપર નિર્ભર હોઇ સહાય (વળતર)  ખૂબજ જલદી થી આપવામાં આવે તેવી રજુઆત  કરી સરકારશ્રી  સુધી પહોંચાડવા માટે વિનંતી કરેલ જે માલધારીઓની રૂબરૂમાં બનાવ સ્થળે જ કરેલ, ત્યારબાદ  જયાં તેમનું ખુલ્લા ખેતરમાં પડાવ  નાખેલ ત્યાં આખા પરિવાર ને એકઠા કરી ફરી થી પેજ એકાઉન્ટ દ્રારા લાઇવ થઇ રબારી સમાજ સોશિયલ મીડિયા લાઇવ સંવાદ દ્રારા જાહેરાત કરેલ કે આ પરિવારને રૂ.૪,૦૦,૦૦૦/- (ચાર લાખ રૂપિયા) આપી સમાજ દ્રારા મદદ કરવામાં આવશે જે દરેકે નોંધ લીધેલ જે લાઇવ લાખો લોકો એ નિહાળી નોંધ લઇ મદદરૂપ બનવા પ્રેરીત બનેલ અને ત્યાર બાદ જીવરાજ આલ દ્રારા પધ્ધતિસર એક નવી પહેલ કરી  મહેશ દેસાઈ વેબ ડેવલોપર્સ દ્રારા વેબસાઈટ www.jivrajaal.com ઉપર થી એક વેબ પેજ બનાવી  નવીન બેંક એકાઉન્ટ ખોલાવી એક લિંક દ્રારા ડોનેશન એકઠું કરવા માટે  આ રીતે લિંક પર ક્લિક કરો રૂ.૧૦૦ થી યથા શક્તિ પ્રમાણે સહયોગી બનવા માટે  http://www.jivrajaal.com/donationnow/ તા.૩/૧૧/૨૦૧૮ ના રોજ સાંજે ૫:૧૫ કલાકે ફેસબુક લાઇવ દ્રારા જાહેર કરી આશરે ૩૪૦૦૦ લોકો  જોડાઇ માલધારી કુટુંબને સહાય કરવા    પહેલા દિવસે જ અનેક રૂપિયા ની  યુવાનો, આગેવાનો, સંતો ,ભુવાજીઓ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય  સમાજના લોકો દ્રારા પણ લાઇવ ચર્ચા કરી દાન ની સરવાણી કરી જીવરાજ આલ ની ઇમાનદારી અને નિસ્વાર્થ ભાવ અને પારદર્શકતા થી આ એક નવી પહેલ થી પ્રભાવિત થઇ  ખૂબજ પ્રશંસા કરી આ અભિયાન ને સફળ બનાવવા માટે સાથ સહકાર સાથે સમાજે અભિનંદન આપી ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી સંદેશો પહોંચાડવા સમાજના યુવાનો અને વડીલો એ જહેમત ઉઠાવી હતી ત્યારે ભુવાજી શ્રી જીવરાજ આલ સંયોજક શ્રી વિહોતર ગૃપ ઓફ બનાસકાંઠા દ્રારા  તમામ નો ખૂબજ દિલ થી આભાર વ્યક્ત કરીને સમાજ ને ડીઝીટલ તરફ અને શિક્ષણ તરફ વધું આગળ વધવા આહવાન કર્યું જે રબારી સમાજમાં તેમજ અન્ય સમાજો ખૂબજ ચર્ચા માં રહેલ છે.  
 

Tags :