02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ ખાતે રમતોત્સવ યોજાયો

પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ ખાતે રમતોત્સવ યોજાયો   21/01/2019

<p> &nbsp;પાટણ શ્રી કે.સી.પટેલ વિદ્યા સંકુલ સંલગ્ન પાયોનિયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શાળામાં તા. ૧૯/૦૧/૨૦૧૯ ના રોજ રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સવારથી બાળકોમાં અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. શાળાના કેમ્પસ ડાયરેક્ટર અરવિંદસિંહ વાઘેલાએ રીબિન કાપી કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો. પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સીપાલ નરસિંહભાઇ પટેલે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તમામ બાળકોને વિજેતા બને તેવી શુભેચ્છા પાઠવી હતી. શાળાના સુપરવાઇઝર રમેશચંદ્ર પી. પટેલે સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે માર્ગદર્શન આપી સંચાલન કર્યું હતું.&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; નરેન્દ્ર મોદીના અભિયાન ખેલ-મહાકુંભ ખેલે ગુજરાત દોડે ગુજરાતના ન્યાયે શાળાના તમામ બાળકોએ વિવિધ રમતો જેવી કે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, વોલીબોલ, ચક્રફેક, ગોળાફેક, કબડ્ડી, ક્રિકેટ, લાંબી દોડ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનો માટેની રમતોમાં જલેબી તોડ, લીંબુ ચમચી, ફૂગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. તમામ રમતોમાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને સંસ્થાના ટ્રસ્ટી વિવેકભાઇ પટેલે ઉપ&amp;Acirc;સ્થત રહી પ્રોત્સાહન ઇનામ અને વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. તમામ બાળકોને શાળા તરફથી સ્વરૂચી ભોજન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્ય અશોકભાઇ પટેલે પ્રોત્સાહન પુરૂ પાડેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; આભાર - નિહારીકા રવિયા&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; &lt;br /&gt; &amp;nbsp;&lt;/div&gt;</p>

Tags :