યુવકે ફેસબુક લાઈવ કરીને કર્યું સુસાઈડ, મજાક સમજી લોકો કરતા રહ્યા કોમેન્ટ

એક યુવકે સુસાઈડ કરવાની તમામ તૈયારીઓ કરી. તેણે પહેલા ફાંસો તૈયાર કર્યો અને સૌથી છેલ્લા ફેસબુકના માધ્યમથી તેના મોતનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું. મોબાઈલમાં ફેસબુક લાઈવ ઓન કરીને તેણે ગળામાં ફાંસો નાખી દીધો અને પંખાથી લટકી ગયો. આ દરમિયાન તેના મિત્રોએ ફેસબુક લાઈવ જોઈને પહેલા તેને મજાક માની. તેના પર કોમેન્ટ પણ કરી, પરંતુ જ્યારે તમામ હકીકત સામે આવી તો ચોંકી ગયા.
 
યુવકની ઓળખ 28 વર્ષીય અમિત ચૌહાણ તરીકે થઈ છે. તે હરિયાણાના ગુરૂગ્રામ શહેરથી 28 કિલોમીટરના અંતરે આવેલા પટૌડીના હૈલી મંડીનો રહેવાસી જણાવાયો છે. ઘટના સોમવાર સાંજની છે. કહેવાઈ રહ્યું છે કે, અમિતની માનસિક સ્થિતિ બે વર્ષથી સરખી નહોતી. પીજીઆઈ રોહતકમાં તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ગત સોમવારે સાંજે તેમણે ફેસબુક લાઈવ કર્યું. લાઈવ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પહેલા તેણે ચાદરની મદદથી ફાંસો તૈયાર કર્યો અને ત્યારબાદ પંખા પર લટકી ગયો. આ ફેસબુક લાઈવને તેના ઘણા મિત્રો જોઈ રહ્યા હતા. તેઓને લાગ્યું કે, અમિત આમ જ મજાક કરી રહ્યો છે, પરંતુ જ્યારે હકીકત ખબર પડી તો બધા ચોંકી ગયા.
 
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, કોઈ પારિવારિક કારણોસર અમિત અને તેની પત્ની વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો. પોલીસ અધિકારી સુભાષ બોકેને કહ્યું, 'તેની પત્નીએ સોમવારે તેના પતિ સાથે થયેલા વિવાદ પર સાસરીયેથી જતી રહી હતી. તેના માતાપિતાને બોલાવ્યા અને તેમની સાથે પિયર જતી રહી.' ત્યારબાદ ગુસ્સામાં ચોહાણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી અને આખી ઘટનાનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરી દીધો. સાથે જ ચૌહાણે આ વીડિયોને શેર કરવાનું તેના મિત્રોને જણાવ્યું.
 
પોલીસ અધિકારી બોકેને કહ્યું, 'મૃતકે વીડિયો પોસ્ટ કર્યો. તે ડિપ્રેશનમાં પણ હતો અને છેલ્લા કેટલાક મહિનાથી પીજીઆઈએમએસ રોહતકમાં સારવાર કરાઈ રહ્યો હતો. મંગળવારે મૃતકના પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપ્યા વગર અંતિમ સંસ્કાર કરી દીધા. આ સમગ્ર મામલા અંગે પોલીસ તપાસ કરી રહી છે.' ઉલ્લેખનીય છે કે, મૃતકને બે બાળકો પણ છે. હજુ સુધી આત્મહત્યાને લઈને કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.