02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ

મહેસાણામાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ   24/06/2019

મહેસાણા: રાજ્યમાં ટ્રાફિકની વધતી સમસ્યા સામે આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોને ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આંબલીયાસણમાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા એક વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે.
 
10 જૂનના રોજ આંબલીયાસણના મનુભાઈ રાવલને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા ટ્રાફિક પોલીસે મેમો ફકકાર્યો હતો. અને આરટીઓની કાર્યવાહી કરવામાં માટે જણાવ્યું હતું. આરટીઓની નોટિસનો યોગ્ય ખુલાસો ન કરતા તેમનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું હતું.
 
રાજ્ય વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ મુજબ મહેસાણા આરટીઓ અધિકારી કે.કે.ઉપાધ્યાયે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરનાર 30 લાયસન્સ ધારકોને કારણ દર્શક નોટીસ ફટકારી હતી.

Tags :