ડીસામાં ધોધમાર વરસાદથી ખેતી પાકોને નુકસાનીની ભીતિ

બનાસકાંઠાના ડીસા પંથકમાં ચાલુ વર્ષે મેઘરાજા સતત વરસ્યા હતા જેને લઈને ખેતીના પાક સહિત માનવજીવનને વિપરીત અસરો પડી છે.ત્યારે આજે ડીસામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.તો બીજી તરફ ભારે વરસાદથી ખેતી પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 
 
અરબી સમુદ્રમાં ઉદભવેલ મહા વાવાઝોડાના પગલે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેના પગલે ડીસા પંથકમાં શનિવારે અચાનક બપોરના સુમારે એકાએક વાદળો ચડી આવ્યા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ જતા કારતક માસમાં અષાઢી માહોલ સર્જાવા પામ્યો હતો.જેના પગલે ધરતીપુત્રના જીવ પડીકે બંધાયા હતા  ચોમાસા દરમિયાન સતત વરસાદના પગલે ડીસા પંથકમાં ડેન્ગ્યુ,ડીપથેરિયા જેવી મહામારીએ માથું ઊંચક્યું છે.પંથકમાં એક તરફ મંદી અને બીજી તરફ સતત વરસાદી માહોલના પગલે દિવસ દરમિયાન પણ વાતાવરણમાં પલટો આવતા અંધારું છવાઈ જતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને નિહાળી લોકો હેબતાઈ ઉઠ્યા છે જ્યારે વધ્યો ઘટયો પાક પણ બગડી જતાં ખેડૂતોની હાલત અતિ કફોડી બનવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.