બનાસકાંઠા, પંચમહાલ, તાપીમાં ભારે વરસાદ થશે

 
ગુજરાત રિઝનના કેટલાક ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા છે. જા કે, મોટાભાગે વરસાદમાં વિરામની Âસ્થતિ રહી છે. રાજસ્થાનના મધ્ય ભાગમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ પ્રવર્તી રહી છે જેથી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદમાં વિરામની Âસ્થતિ રહી છે. જા કે, હળવા ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરાઈ છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું. હાલમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ ચુક્યો છે જેથી પહેલાથી જ બચાવ ટીમો સક્રિય છે. બીજી બાજુ પુરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.