વાવની કેનાલ તૂટતા ચોમાસુ પાણી ઘર-ખેતરોમાં ફરી વળ્યું

વાવ : વાવ ગામે જાડીયા ડ્રીસ્ટીબ્યુટરમાં નર્મદા કેનાલમાં ચોમાસુ પાણી ભરાવાથી કેનાલ તૂટી જાય છે. જે સંદર્ભે સને ર૦૧૩ થી ર૦૧૮ સુધી તત્કાલીન સરપંચ (વાવ) કે.ડી. રાઠોડે વારંવાર રજૂઆતો કરેલી તેમજ ર૦૧૮-૧૯માં કાયમી સરપંચ ઠાકરસીભાઈ વેણે તાલુકા સંકલન સમિતિમાં રજૂઆતો કરેલી પરંતુ પરિણામ આજદિન સુધી  શૂન્ય રહ્યું છે. બે દિવસ અગાઉ વાવ શહેરમાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્તા કેનાલની આજુબાજુમાં રહેતા રહીશોના  ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ કેનાલથી સોલંકીવાસ તરફ જવાનો રસ્તો ‘બ્લોક’ થઈ જતાં બાળકો ના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે. વધુમાં કેનાલ આજુબાજુના વિસ્તારના ખેડૂતોની બહોળી  જમીનનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે ગતરોજ તમામ પીડીતોએ વાવ મામલતદારને  આવેદનપત્ર આપી આ નર્મદા કેનાલમાં  પુલીયાની જગ્યાએ સાયફન બનાવવાની માંગ છે.  ચોમાસાની પરિÂસ્થતિમાં વારંવાર આ પરિÂસ્થતિ સર્જાતી હોઈ જવાબદાર નર્મદા વિભાગ આ બાબતની ગંભીર નાંધ લઈ વાવ ઢીમા રોડ પર આવેલી કેનાલ  પર પુલીયાની જગ્યાએ તાત્કાલિક યુધ્ધના ધોરણે સાયફન  અને પીડીતોને ન્યાય અપાવે. હાલમાં ૧૦ ઈંચ પડેલા  વરસાદથી કેટલાય ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે અને પીડીત  બે વિધવા મહીલાના મકાનો ધરાશાઈ થઈ જતા મામલતદારને આવેદનપત્ર આપી જાણ કરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.