પાલનપુરના એરોમાં સર્કલ પાસે બાઇક ઉથલી પડતાં બે ઘાયલ

પાલનપુર : પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પસાર થતું એક બાઈક અચાનક સ્લીપ ખાઈને રોડ સાઈડની ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે યુવકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમીરગઢના રામજીભાઈ પ્રહલાદભાઈ ભરથરી અને સવાભાઈ કાંતિભાઈ ભરથરી બાઈક પર સવાર થઈને બુધવારના રોજ અમીરગઢથી પાલનપુર આવી રહ્યા હતા.દરમિયાન પાલનપુરના એરોમાં સર્કલ નજીક સર્કિટ હાઉસ સામે એકાએક બાઇકને બ્રેક મારતા બાઇક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક પલટી ખાઈને રોડ સાઈડની ડિવાઈડર સાથે ટકરાયુ હતું.
આ અકસ્માતમાં બાઈક સવાર બન્ને યુવકોને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.