બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ, કિલો ફેટે રૂ. 15નો વધારો

બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે દિવાળીની ભેટ સમાન રૂ.૧૫નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય બનાસ ડેરીના નિયામક મંડળની મીટીંગમાં લેવાયો હતો.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ. ૧૫ નો ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરતા હવે દૂધ ઉત્પાદકોને રૂ. ૬૭૫ ને બદલે રૂ.૬૯૦ મળશે તેજ પ્રમાણે મંડળીકક્ષાએ પણ રૂ.૭૬૫ જમા થશે.જે બનાસ ડેરી માટેદૂધ ઉત્પાદકોને ભાવ ચુકવવાની ઐતિહાસિક ઘટના ગણાશે. 
 
સાથે સાથે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને અપાતા પશુદાણ (બનાસદાણ)માં પણ  ભાવ ન વધારવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે દૂધ ઉત્પાદકોને સૌથી વધુ ભાવ ચૂકવતી બનાસ ડેરીએ છેલ્લા છ માસમાં આ સાતમી વખતનો  કરેલો ભાવ વધારો જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખુશીની લહેર સમાન બનશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.