ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો ઉપર રૂ. ૧૮૮ કરોડનું ભારણ

 
                            સરકારે પાણી છોડયુ તે મળ્યુ નહી અને હવે ખાતરના ભાવમાં વધારો થતા કણમાંથી મણ સર્જનારા  ખેડૂતોની  સ્થિતિ પડતા પર પાટુ પડયા જેવી થઈ છે. ખાતરના ભાવ વધારાથી એક જ મહિનામાં ગુજરાતના ખેડૂતો ઉપર રૂ.૧૮૮ કરોડનું ભારણ વધશે, આ પહેલા બે વર્ષમાં ભાવ  વધારાના નામે સરકારી કંપની ઈફકોએ રૂ.૪૪૦ કરોડ સરવી લીધા છે. ઈફકોએ ૧લી ઓકટોબરથી ખાતરના ભાવ વધાર્યા છે. ગુજરાતમાં વર્ષે ૧૦.૬૦ લાખ મેટ્રીક ટન ખાતરનો વપરાશ છે. જેમાંથી અધિકાંશ ખેડૂતો ડિએપીનો ઉપયોગ કરે છે. તેનું પ્રમાણ ૬.૨૫ લાખ મેટ્રીક ટન છે. વર્ષ ૨૦૧૬માં  ડિએપીની એક બેગ રૂ.૧૧૧૫માં મળતી હતી જેમાં રૂ.૨૪૫નો વધારો થતા રૂ.૩૦૬ કરોડનું ભારણ વધ્યુ છે. જયારે ૦.૩૫ લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે ) રૂ.૧૦૮૦માં રૂ.૨૬૦નો વધારો થતા ખેડૂતો ઉપર રૂ.૧૮.૨૦ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત ઔ૨.૨૦ લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે (૧૨ઃ૩૨ઃ૧૬)નીએક બેગ રૂ.૧૦૮૫થી વધીને રૂ.૧૩૫૦એ ઔથતા ખેડૂતોને રૂ.૧૧૬.૬ કરોડ વધારે ચુકવવા પડશે.રાજયમાં ખાતર ઉપર ટેકસને લઈને પહેલાથી વિરોધ છે. તેવામાં ભાવ વધારો થતા ખેડૂતોમા ભારે રોષ ભભૂકયો છે. ગુજરાત સરકાર ખાતરમાં ભાવ વધારા પાછળ રૂપિયા સામે ડોલરનું વધતુ મુલ્ય અને ડિઝલની વધતી કિંમતોને જવાબદાર ઠેરવી રહી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.