પ્રમુખ બજેટ બેઠક ન બોલાવે તો હોદ્દાના દુરુપયોગ બદલ બરખાસ્ત કરવા રજૂઆત

 
 
 
 
 
 
 
                          પાટણ જિલ્લા પંચાયતમાં બજેટને મામલે રાજકારણ ગરમાયુ છે સત્તાધારી ભાજપે સામાન્રય સભામા રજુ કરેલું બજેટ વિપક્ષ કોંગ્રેસે બહુમતી સભ્યોના જોરે નામંજૂર કરી દીધું હતું. પરંતુ હવે ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજૂર ન થાય તો બોડીનું વિસર્જન કરવા માટે વિકાસ કમિશનરમાં દરખાસ્ત થઈ શકે તેમ છે ત્યારે સત્તાધારી પક્ષ લઘુમતીમાં હોવાથી બીજી વખત પણ બજેટ મંજૂર થશે કે કેમ તેને લઇ મુંઝવણમાં છે શાસક પક્ષ લઘુમતીમાં હોવાથી હવે શાસન કરવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે વિપક્ષે પ્રમુખ સામે વધુ એક રાજકીય દાવ ખેલ્યો છે શનિવારે વિપક્ષના સદસ્ય પ્રવીણ રાઠોડ જગદીશ રાઠોડ મોઘજીજીઠાકોર અમૃતભાઈ પટેલ સહિતના સદસ્ય જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે બજેટમાં ખેતીવાડી સિંચાઇ અને પશુપાલન ક્ષેત્રે સ્વભંડોળમાંથી ખૂબ જ નહીંવત્ નાણા ની ફાળવણી માટેની જોગવાઈ કરવામાં આવી હતી જેના કારણે બજેટ નામંજુર કરેલ હતું ત્યારે હવે આગામી બેઠકમાં યોગ્ય સુધારા સાથે નું બજેટ રજૂ કરવા માટે માગણી કરી છે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૪૪ ની જોગવાઈ અનુસાર જો પ્રમુખ૧/૩ સભ્યોની લેખિત માંગણી અનુસાર બેઠક ન બોલાવે તો તેમની સામે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ ૮૩ થી નક્કી થયેલા કાર્યો અને ફરજો બજાવવાની ચૂક બદલ અને હોદ્દાનો નો દુરુપયોગ બદલ કલમ ૮૫ અન્વયે સરકારમાં દરખાસ્ત કરવા માટે ની રજૂઆત કરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.