કાંકરેજની બનાસ નદીમાં નર્મદાનાં નીર છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર : નીરનાં વધામણાં

કંબોઈ : કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રાનેર અરણવાળા વચ્ચેની ઉંબરીની બાજુની સુજલામ સુફલામ કેનાલમાંથી આજે વર્ષો બાદ નર્મદાનાં નીર છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
કાંકરેજ તાલુકા ભાજપ સંગઠન અને ખેડૂતો તથા કીસાન સંઘની ધારદાર રજુઆતને ધ્યાને લઇ મુખ્યમંત્રી વીજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાંકરેજના ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ બનાસ નદીમાં નર્મદાના નીર છોડવાની પરવાનગી આપી હતી. ત્યારે ૨૨/૮/૨૦૧૯ ના રોજ સવારે સાડા નવ વાગ્યે ભારતસિંહ ભટેસરિયા મહામંત્રી બ.કા.જિલ્લા ભાજપની રજૂઆતોને ધ્યાને લઇ તેજાભાઈ દેસાઈ, પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ, કિશોરભાઈ પ્રજાપતિ,ઈશુભા વાઘેલા, ડાયાભાઇ પીલિયાતર,બાબુભાઇ ચૌધરી, પૂર્વ બાબુસિંહ વાઘેલા સરપંચ ઉંબરી,  ભીખુભા વાઘેલા સરપંચ ઉંબરી, સજ્જનસિંહ સોલંકી મહામંત્રી યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ,ડી.ડી. જાલેરા, ઝેનુભા વડા, ઈશ્વરભાઈ પટેલ, ઉંબરી પૂર્વ સરપંચ બાબુજી (દાઢી), કાનજી સોલંકી સરપંચ કંબોઈ, પુનમસિંહ ડાભી સહિત તમામ હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના ઉંબરી માળી ગોળીયા સાઈફનમાંથી સુજલામ સુફલામ કેનાલના પાણીને બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું અને શ્રીફળ ફૂલથી નર્મદાના નિરના વધામણાં કર્યા હતા ત્યારે એક મહિના સુધી આ પાણી ચાલુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે અને પછી ખેડૂતોને બોરના પાણીના તળ ઉંચા આવશે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.