બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના નવા ચેરમેનની બિનહરીફ વરણી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પાલનપુરના ચેરમેન પદ માટે ગુરુવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિ થી સુઇગામ તાલુકાના કટાવ ગામના દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલની ચેરમેન તરીકે બિનહરીફ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પાલનપુરના ચેરમેન મેઘરાજભાઈ પટેલે પોતાની નાતંદુરસ્તીને લઈ તાજેતરમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદેથી  રાજીનામુ આપી દીધું હતું. જેને લઈ ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો હતો. જોકે, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેનની ચૂંટણી માટે 
ખરીદ વેચાણ સંઘ પાલનપુરના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.  પાલનપુર પ્રાંત અધિકારી એ.ડી.જોશી ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિ થી ચેરમેનપદ માટે એકમાત્ર દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલનું ઉમેદવારી પત્ર રજુ થતાં ચૂંટણી અધિકારી દ્રારા દેવજીભાઈ પટેલને બિનહરીફ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, નવનિયુક્ત ચેરમેનને  શુભેચ્છકો અને નિયામક મંડળના સભ્યોએ ફુલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે નવનિયુક્ત ચેરમેને પણ પોતાના ઉપર વિશ્વાસ મુકવા બદલ સાથી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.