મે મહિનાથી ગુજરાતમાં પ્રથમ તબક્કાની વસતી ગણતરી

અમદાવાદ
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી ૨૦૨૧એ ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે. ગજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જુન-૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પથ્રમવાર વસતી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે એમ, વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડા. સંચિતા સરકાર દ્વારા જણાવાયું છે. ડા. સરકારે ઉમેર્યું કે, ભારતની વસતી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલુ જ નહીં પુર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે. આગામી ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.