02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મોઢેરા નજીકની નર્મદા કેનાલોમાં બાવળોના ઝુંડ ઉગી નિકળતા ખેડૂતો પાણીથી વંચિત

મોઢેરા નજીકની નર્મદા કેનાલોમાં બાવળોના ઝુંડ ઉગી નિકળતા ખેડૂતો પાણીથી વંચિત   23/09/2018

 
 
 
                       મોઢેરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મીઠી ધારીયાલને બે માઈનોર કેનાલમાં સિંચાઈ માટે નમર્દા વિભાગ દ્વારા ર૦ દિવસ માટે પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ઉનાળામાં આ બંને કેનાલની તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા કેનાલમાં ઉગી નીકળેલા ગાંડા બાવળના ઝાડના કારણે પાણીનો પુરવઠો ખેડૂતોને સમયસર અને પુરતા પ્રમાણમાં નહિં મળતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ન થવાના કારણે સુકા દુકાળનું સંકટ ઘેરાયું છે. ચારે બાજુ લોકો અને પશુઓને પીવાના પાણીની તંગી અને ચોમાસુ તેમજ શિયાળુ પાકને જીવતદાન આપવા ચાણસ્મા અને બહુચરાજી વિસ્તારમાં ખેડૂતોને પાતાળ કૂવાઓ પરથી સિંચાઈનું પાણી પોષાય તેમ નથી., એક બાજુ કુદરત રૂઠી છે બીજી તરફ નર્મદા વિભાગની લાપરવાહીથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ખેડૂતોના ખેતર સુધી પાણી આવ્યું નથી. ઉનાળાની ઋતુમાં કેનાલમાં બાવળો અને નકામું ઘાંસ અને ગાંડા બાવળો  ઉગી નીકળતા પાણી પુરતું  આવતું જ નથી.

Tags :