02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ધારાસભ્યોના પગાર મામલે ઊંઝાના ધારાસભ્યએ શું કહ્યું?

ધારાસભ્યોના પગાર મામલે ઊંઝાના ધારાસભ્યએ શું કહ્યું?   24/09/2018

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે  ધારાસભ્યોનો પગાર વધારો એ જનતાને પડેલ મોંઘવારીના ઘા પર મીઠુ ભભરાવા સમાન ગણાવ્યો છે. ઍક સમયે મોદી જ્યારે ગુજરાતના CM હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલ મામલે તેઓ અવાર નવાર UPAની મનમોહનસિંહ સરકાર પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીને લઇ સતત આરોપો મુકવાનું નહોતા ચૂકતા,ત્યારે હવે જ્યારે કેન્દ્રમાં NDAની મોદી સરકાર છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે, અને મોંઘવારીએ માજા મુકી છે,જે બતાવે છે કે મોદી શાસનમાં માત્ર વાયદાઓના વેપારથી વિશેષ બીજુ કાંઇ થયુ નથી, સાચો વિકાસ તો મનમોહનસિંહની સરકારમાં જ થયો છે.
 
મોદી શાસનએ મોંઘુ શાસન  છે, હાલમાં રાફેલ ડિલ મામલે ઘેરાઈ ગયેલી મોદી સરકાર છટક બારીઓ શોધવાને બદલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાનો ઉપાય શોધે એ જરુરી છે, એટલું જ નહીં મોદી શાસનમાં જીવન જરુરી ચીજવસ્તુઓ જેવી કે ગેસ સિલિન્ડર, દૂધ અને દાળના ભાવો પણ આસમાને છે,એ તો ઠીક પણ ગરીબોનો રથ ગણાતી રેલ્વેના ભાડા અને પ્લેટફોર્મ ટિકિટના દરોમા વધારો કરનારી મોદી સરકારને મનમોહનસિંહની કૉંગ્રેસ સરકાર સામે આંગળી ચિંધવાનો કોઈ જ અધિકાર નથી.
 
આ ઉપરાંત જે મોદી રોજગારી મુદ્દે મનમોહન સરકાર પર ખોટા આરોપો મુકી આજે કેન્દ્રમા સત્તા પર આવ્યાં છે,એ જ મોદી સરકારના શાસનમાં રોજગારી ઘટી છે અને બેરોજગારી વધી છે.માત્ર આંકડાની જ માયાજાળ બિછાવી જનતાને ભ્રમિત કરવામાં માહિર મોદી સરકારના શાસનમાં ગ્રામીણ વીજળીનો દર પણ મનમોહન સરકાર કરતા ઘણો પાછળ છે.એટલું જ નહીં GDP વિકાસ દર માં પણ નોંધપાત્ર વધારો ના કરી શકનાર મોદી સરકારે વાયદાઓ ના વેપાર અને પ્રજાને વિકાસ ના નામે ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું બંધ કરે.
 
તાજેતરમાં થયેલ ધારાસભ્યોના પગાર વધારો અયોગ્ય છે. ખરેખર ધારાસભ્ય ની પોસ્ટ એ લોકો ની સેવા માટેની છે,જેમાં જનતાની મુશ્કેલીઓની પરવા કર્યા વિના ભાજ્પની રૂપાણી સરકારે ધારા સભ્યોને પણ વિશ્વાસમાં લીધાં વિના કરેલ પગાર વધારો ખરેખર યોગ્ય નથી.સૌથી પહેલા ખેડુતો નું દેવું માફ કરવાનું વિધેયક પાસ કરવા ને બદલે એકાએક કરેલ પગાર વધારાથી હુ વ્યક્તિગત રીતે ખરેખર દુ:ખ ની લાગણી અનુભવું છું. એકબાજુ ખેડુતો,ફિક્સ પગારદાર ઉપરાંત જનતા મોંઘવારી ના માર થી ત્રસ્ત છે,પેટ્રોલ- ડીઝલ ના ભાવ વધારાને મોદી સરકાર અંકુશ નથી કરી શકતી ત્યાં ધારાસભ્યોનો પગાર વધારોએ જનતાને પડેલ મોંઘવારીના ઘા પર મીઠુ ભભરાવા સમાન છે. કરોડપતિ ધારાસભ્યોના પગાર વધારાને અનુચિત છે, ખરેખર સરકારે પગાર વધારો ધારાસભ્યોની આવકને જોઈને કરવો વધારે ઉચિત છે.

Tags :