02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં વલ્લભનગરના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ

રાધનપુરમાં વલ્લભનગરના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ   15/10/2018

રાધનપુરમાં વલ્લભનગરમાં દલિત અને આદિવાસી સમાજના લોકો રહે છે,આ વિસ્તાર પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય છે.પાલિકામાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ આજસુધીમાં કોંગ્રેસના સત્તાધીશોએ આ વિસ્તાર પ્રત્યે નજર પણ નાખી નથી.છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર આવતા હોવાથી મહિલાઓ અને બાળકોએ વલ્લભનગરની બહાર આવવું હોય તો સો વાર વિચાર કરવો પડે છે.વરસાદી પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગ દવારા ૧૫ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નાળું બનાવ્યું હતું,પરંતુ સામેની સાઇડે જૈન સમાજનું મંદિર આવેલું હોઈ મંદિરના સંચાલકોએ પાલિકાના સત્તાધીશોને બાનમાં લઈને નાળું સંપૂર્ણ રીતે પુરી નાખ્યું છે,જેના કારણે વલ્લભનગરના પાણીનો નિકાલ જ અટકી ગયો છે. પાલિકાના આ વોર્ડના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોશીના જણાવ્યા મુજબ નગરપાલિકાના સત્તાધીશો આ નાળું શા માટે ખોલતા નથી,જો આ નાળું ખોલવામાં નહિ આવે તો ભવિષ્યમાં જાનહાની થશે તો તેની જવાબદારી કોની..?? 

Tags :