બરોડા ઇમેજિંગ સેન્ટરમાં દર્દીની MRIમાં વિલંબ થતા મોત

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ બરોડા ઇમેજિંગ સેન્ટરમાં દર્દીની MRIના થતા હોસ્પિટલની બેદરકારીથી મોત થતા દર્દીના પરિવારજનોએ હોબાળો મચવતા રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવતા મામલો થાળે પાડ્યો હતો.
 
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જીપીઓની ગલીમાં મામાની પોળમાં રેહતા જશવંતભાઈ શાહને પેરાલિસિસનો હુમલો થયો હતો.ડોકટરે MRI કઢાવાનું કેહતા દર્દીના પરિવારજનો બરોડા ઇમેજિંગ સેન્ટર પર MRIકઢાવવા ગયા હતા.1 કલાકથી વધુ સમય પસાર થઇ જતા દર્દી જશવંત ભાઈ શાહનું MRIના થતા તબિયત લથડતા મોત થયું હતુ.
 
ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ટેબલના કાચ તોડી નાખ્યા હતા.પરિવારજનોએ હોબાળો મચાવતા દર્દીઓમાં ફફડાટ થાત ડોકટરે રાવપુરા પોલીસને ફોન કરતા પોલિસ ઘટના સ્થળ પર આવી હતી અને દર્દીના પરિવારજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
 
પરિવારજનોએ ડોકટર પર આક્ષેપ કર્યો હતો કે 1 કલાકથી વધુ સમય નીકળતા કોઈ કાર્યવાહી ન થતા દર્દીનું મોત થયું છે.પરિવારજનોએ ડોકટરે પર કાર્યવાહીની માગ કરી હતી. બરોડા ઇમેજિંગ સેન્ટરના ડોકટર વીરેન શાહએ જાણવ્યું હતું કે દર્દી રીક્ષામાં આવ્યુ હતું. અમારે ત્યાં MRI કઢાવવા માટે દર્દી વધુ હોવાથી 30 મીનીટ જેટલો સમય નીકળી ગયો હતો.
 
અમારે ત્યાં કોઈ પણ સારવાર થતી નથી તો પણ અમે બીજા ડોકટરને જાણ કરી હતી. પણ દર્દીનું મોત થયું હતું.પરિવાર દર્દી નો મૃતદેહ લઈ ગયો છે.રાવપુરા પોલીસ પરિવારજનોએ કરેલા તોડફોડ મામલે ડોકટરની ફરિયાદ મુજબ કાર્યવાહી કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.