02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / મુખ્યમંત્રી નિવાસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, 26 બેઠકોના દાવેદારોની સમીક્ષા હાથ ધરાઈ

મુખ્યમંત્રી નિવાસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, 26 બેઠકોના દાવેદારોની સમીક્ષા હાથ ધરાઈ   18/03/2019

ગાંધીનગર: ભાજપના 72 નિરીક્ષકો દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકોની સેન્સ લેવાની કામગીરી શનિવારે સાંજે પૂર્ણ કરી હતી. આજે રવિવારથી સળંગ ત્રણ દિવસ સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આરંભાઈ છે. બેઠક કોબા સર્કલે આવેલી કમલમ્ ખાતે યોજવાની બદલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલા નંબર 29 ખાતે યોજી હતી. બેઠકમાં લોકસભા બેઠકોના નિરિક્ષકોએ તૈયાર કરેલા કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયોના અહેવાલને આધારે ઉમેદવારોના નામોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
 
રૂપાણીના બંગલે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રભારી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારોનો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહ્યા છે.
 
નામોની પેનલ તૈયાર કરાઇ છે. તેમાં પ્રથમ દાવેદાર ભાર્ગવ ભટ્ટનુ નામ ટોચ પર છે. ભાર્ગવ ભટ્ટ કોર કમિટીના સભ્ય છે. આખરી નિર્ણય હાઇકમાન્ડ પર છોડ્યો છે. બેઠકમાં લોકસભા બેઠકોના નિરિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ રજૂ કરી ઉમેદવારો માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

Tags :