02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાંથી રેત ભરેલું ડમ્પર ઝડપાયું

પાલનપુરમાંથી રેત ભરેલું ડમ્પર ઝડપાયું   29/06/2019

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કાંકરેજ તાલુકાના કસલપુરમાં આવલ બનાસ નદીના પટ્ટમાં મધરાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવતા અન્ય ભૂમાફીયા ઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
 
બનાસકાંઠામાં રાત્રીના સમયે ભૂમાફીયાઓ દ્વારા રાત્રી દરમીયાન  ખનિજની ચોરી કરવામાં આવતી હોવાની ફરીયદો ઉઠવા પામી હતી.જેના પગલે ભૂસ્તરશાસ્ત્રી શુભાષ જોષી દ્વારા રાત્રી દરમીયાન કાંકરેજ તાલુકાના કસલપુર વોચ ગોઠવી હતી. જ્યાં રોયલ્ટી ચોરી કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવ્યુ હતુ. તેમજ પાલનપુરમાંથી માટી ભરેલ એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યુ હતુ. આમ જુદા જુદા બે કેસોમાં ભૂસ્તર વિભાગેએ ૭૫  લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવતા અન્ય ભૂમાફીયા ઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

Tags :