02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠાના કુશ્કલમાં જંગલી રીંછ દેખાતા ફફડાટ

બનાસકાંઠાના કુશ્કલમાં જંગલી રીંછ દેખાતા ફફડાટ   14/04/2019

પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં જંગલી રીંછે દેખા દેતા ભયભીત ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા પાલનપુર તેમજ  દાંતીવાડા વનવિભાગની ટીમો દોડી આવી હતી. જેઓએ રેસ્ક્યુ કરીને રીંછને પાંજરે પૂરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
 
પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં ગતરોજ વહેલી સવારે જંગલી રીંછ દેખા દેતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. કુશકલ ગામની સીમમાં આવેલ રામાભાઈ ગોદડભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં ઉભેલા એરંડાના પાકમાં રીંછે દેખા દેતા ખેતર માલિક દ્વારા રીંછ અંગે ગામના સરપંચ ઘેમરભાઈ જુડાલને જાણ કરવામાં આવી હતી. સરપંચે જંગલી રીંછ ગામમા કોઇ નુકસાન પહોંચાડે તે પૂર્વે વન વિભાગને જાણ કરી હતી. 
 
જેને પગલે પાલનપુરના આર.એફ.ઓ એચ.જે ચૌધરી અને દાંતીવાડા આર.એફ.ઓ શક્તિસિંહ પોતાની ટીમ સાથે તાબડતોડ કુશકલ ગામે દોડી આવ્યા હતા. જ્યાં ખેતરમા એરંડાના પાકમાં સંતાયેલ રીંછને ઝડપી લેવા પાંજરું મુકીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે, ગામની સીમમાં રીંછ આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા રીંછને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને વન વિભાગની ટીમો દ્વારા વેટનરી તબીબ જીતુ ભટોળની મદદથી રીંછને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
 
જેમાં રીંછ ઉપર ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન મારો ચલાવીને રીંછને બેભાન કરવામાં આવ્યું હતું બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું. જોકે, રેસ્ક્યુ દરમિયાન  ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન એક કર્મચારી ના પગે લાગી જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે રીંછને દેખી ભાગવા  જતાં એક મહિલા ની બરણીમાં રહેલ દૂધ પણ ઢોળાઈ ગયું હતું. રવિવારે ચંડીસર અને કુશ્કલની સીમમાં એરંડાના પાકમાં છુપાયેલ જંગલી રીંછ કોઈ નુકસાન કરે તે પહેલા વન વિભાગ દ્વારા રીંછ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Tags :